Uncategorized yuvarojagar on 28 Jan 2009 08:37 am
મહેફિલ
માહોલ જો હોય તંગ, થયો હોય મોહ ભંગ તો ઠલવો આકાશ માં રંગ, લહેરાવો લિજ્જતથી પતંગ ! પુંછડિયો હોય કે બાંડો, ઠુમકા લગાવે એ ગાંડો ! -અનામી સ્હેજ ભીની સ્હેજ કોરી હોય છે લાગણી અણસમજુ છોરી હોય છે હોય છે રંગીન પતંગો સહુ કને બહુ જ થોડાક કને દોરી હોય છે ! -સંદીપ ભાટિયા
તારો વિશેષ સ્પર્શ ફરી માનવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે
– મનહર મોદી
એમની આંખોની તીક્ષણતા એવી ખૂંચી ગઈ
કે હોઠ હતા બંધ તોય હજાર સવાલ કહી ગઈ
- પ્રવિણ કે.શ્રીમાળી
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો
કહેવાનું ઘણું હો ને કશૂં યાદ ન આવે
મરીઝ



