Feed on Posts or Comments 17 March 2010

કાવ્યો yuvarojagar on 06 Apr 2009 06:03 am

ચોથો વાંદરો…પ્રજા !!

ચોથો વાંદરો

હવે એક ચોથો વાંદરો ઉમેરાયો છે
- તે ખરું – ખોટું એક કાને થી સાંભળે ને બીજા કાને થી કાઢે છે
- તે  ખરું – ખોટું આંખો ફાડીને જુએ છે, તે બસ આંખો ફાડી ને જોતો જ રહે છે
ખરું ખોટું બોલવાનો તેનો વારો કદી આવતો જ નથી
- હા  કદીક પાંચ વર્ષે એકાદ વાર ચૂંટણીના ઢંઢેરાઓમાં,
કોક નાં નામના નારાઓ લગાવે છે…
… અને ચોકડી મારવાના ટાણે તેનું મોં,
- થોડા રુંપિયાની થોકડીઓ થી…
- દેશી દારુની થેલીએ…
- ભજીયાનાં પડીકે…
બંધ કરી દેવામાં આવે છે

ચોથાં વાંદરા ને જોઈ, પેલાં ત્રણ ‘પશુ’ વાંદરાંઓ હશે છે

એક વાત કાનમાં કહું, કોઈ ને કહેતાં નહી !!

- આ ચોથો વાંદરો તે… ‘પ્રજા’!!!
- પ્રવિણ કે.શ્રીમાળી

6 Responses to “ચોથો વાંદરો…પ્રજા !!”

  1. on 15 Jun 2009 at 3:04 pm 1.antrang said …

    આપની આ રચના ઓર્કુટ પર વાચી ખુબજ ગમી….

    જિસ્મ અલગ ને રુહ એક લાગે, તે ખરી લાગણી
    વલોવાઈએ અમે અને વિહવળ બનો તમે, તે ખરી લાગણી

    ઘણાં સોપાનો સર કરી પહોંચ્યાં છીએ ઊંચાઈએ
    ત્યાંથી પણ નજર પહોંચે અમારા સુધી, તે ખરી લાગણી

    પ્રેમ છે ઘણો તમ પર, પણ અવળ ચંડાઈ તમારી નડે
    હજાર અવગુણો ભૂલી એક ગુણે ઓવારી જઈએ, તે ખરી લાગણી

    નજીક હોઈએ ને પરસ્પર ઘુરકીયાં કરીએ
    દૂર હોઈએ ને યાદ સતત સતાવે, તે ખરી લાગણી

    કદીક યાદો ના ખંડેરમાં આંટો મારી આવો
    ને પ્રસંગ ના અવશેષો ને કરો વહાલ, તે ખરી લાગણી

    પ્રિયજન ને બંધન નાં પિંજર માં પૂરવું શાંને?
    મુકત આકાશ માં ઉડવાની મુકિત, તે ખરી લાગણી

    છાને ખુણે ઝીણું-ઝીણું કંઈક બહાર આવવા મથે
    હોઠે આવે, તે પહેલાં આંખો જ જતાવે, તે ખરી લાગણી

    તરફડાટ જળ વિના મીન નો, વિલાપ મુરઝતી વેલનો
    ને ઝુરાપો સારસનો, થાય બે હાલ એકબીજા વિના, તે ખરી લાગણી

    દેહતો રોજ ગુંથાઈ અરસ-પરસ
    મનનાં મણકાં એકતારે ગુંથાય, તે ખરી લાગણી

    તન-મન-ધન વારીએ તમ પર એવાકે
    કદીક મોત આવે એમનૂં ને જાત ધરીએ આપણી, તે ખરી લાગણી

    -પ્રવિણ કે.શ્રીમાળી

  2. on 20 Jun 2009 at 3:59 pm 2.અમૃતગિરિ ગોસ્વામી said …

    “ચોથા વાંદરાનું મોં બંધ થઈ જાય છે અને ત્રણ વાંદરા હસે છે” આ એક સરસ રચના છે અને સમજનારે સમજવા જેવી પણ છે.
    અમૃત્ગિરિ ગોસ્વામી
    http://amritgirigoswami.gujaratiblogs.com/

  3. on 20 Jun 2009 at 6:22 pm 3.Ramesh Patel said …

    એક અનોખા પ્રકારની વૈચારિક ક્રાન્તિ પ્રગટાવતો બ્લોગ,જરુરથી સામાજીક ચેતના
    જગવવામાં ભગીદાર બનશે.
    અભિનંદન્.
    રમેશ પટેલ(આકાશદીપ)

  4. on 21 Jun 2009 at 5:26 am 4.yuvarojagar said …

    આદરણીય રમેશભાઈ,
    તમારી અમૂલ્ય ટીપ્પણી મોકલી
    તે બદલ આપણો ખુબ-ખુબ આભાર!! તમારી ટીપ્પણીઓ અમારા માટે પુરસ્કાર છે.

    – પ્રવિણ કે.શ્રીમાળી

  5. on 03 Jul 2009 at 12:26 pm 5.sneha said …

    ખુબ સરસ..તમારો રોજ્ગારવાળો બ્લોગ પણ સરસ છે.અભિનંદન.

  6. on 10 Dec 2009 at 10:22 am 6.jkgurjar said …

    khub saras avlokan kryu. gamyu. abhinandan.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply