Feed on Posts or Comments 12 March 2010

લેખ yuvarojagar on 29 May 2009 08:12 am

જય હો…યુવા…જય હો !!

જય હો…યુવા…જય હો !!

કોંગ્રેસ નો વિજય થયો અને યુપી એ ની સરકાર બની એટલે આપણે એમ નથી માની લેવાનું કે ભારત ની પ્રજાએ આ ચૂંટણીમાં કોંગ્રેસ કે યુપીએ પક્ષને જોઈને ચૂંટી છે ?
કેમકે ભારતની પ્રજાએ પક્ષને નહીં પરંતુ યુવા નેતૃત્વને પસંદ કર્યુ છે.રાહુલ ગાંદ્યીના યુવા નેતૃત્વને પ્રજાએ સ્વીકાર્યુ. એટલું જ નહીં લોકસભાની આ ચૂંટણી માં ૭૭ યુવા સાંસદોને ચૂંટીને મોકલી આપ્યાં. બીજી મહત્વની વાત એ છે કે ૨૦૦ સાંસદો
૪૦ વર્ષથી નીચેનાં વયનાં છે.
ભાજપની હારનું મુખ્ય કારણ એ જ છે કે તેમની પાસે આપણાં મુખ્યમંત્રી માન.શ્રી નરેન્દ્ધ મોદી અને શ્રી લાલકૃષ્ણ અડવાણી સિવાય કોઈ પ્રભાવશાળી નેતા હતાં જ નહીં અથવા એવાં પ્રભાવશાળી યુવા ઉમેદવાર નહોતાં.
આ વાત પરથી એકવાત તેા નક્કી છે જ કે પ્રજા પરિવર્તન ઝંખે છે.
દરેક રાજયની પ્રજા એક સક્ષમ અને કાર્યશીલ યુવા મુખ્યમંત્રી કે નેતા ને ઝંખે છે.
આજની યુવાપેઢીને માટૈ મેનેજમેન્ટ કરવું કોઈપણ સમસ્યાને હલ કરવી આખી કંપની સંભાળવી અને તેનો વહીવટ સંભાળવો તેમને માટે સામાન્ય વાત બની ગઈ છે.તો આ દેશનું શાસન કેમ ના સંભાળી શકે ? ભારતને પણ જરુર છે એક ઓબામા બરાક ની
ભારતનાં દરેક યુવક – યુવતીઓ રાજકારણ ને ગંદુ માને છે અને તેથી તેનાથી દુર રહેવા માંગે છે. પરંતુ મારા યુવા મિત્રો જો તમારે આ દેશનો અને તમારો વિકાસ કરવો હોયતો રાજકારણમાં ઊતરીને તેની ગંદકી તમારે જ દૂર કરવી પડશે
જય હો..યુવા…જય હો !!

પ્રવિણ કે.શ્રીમાળી

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply