Feed on Posts or Comments 16 March 2010

Uncategorized & લેખ yuvarojagar on 08 Jul 2009 12:58 pm

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં

આજકાલ કોપી પેસ્ટ ની ચર્ચા જોર પર છે, તેમાં આપણે પણ લો ડુબકી લગાવી દીધી.

-કોઇપણ સર્જક ની પોતાની સ્વરચિત કૃતિ માટે “તેના કોપીરાઇટ હક્ક અબાધિત અને સુરક્ષિત રહેવા જોઈએ” કોપી પેસ્ટ એક ગુનો છે. પરંતુ જો સર્જકની-તેના માલિક ની પરવાનગીથી પ્રગટ કરવામાં આવે તો તે ગુનો નથી. પરવાનગી લઈને અને પોતાનો કિંમતી સમય અને પુસ્તક કે નેટના પૈસા ખર્ચીને કોઈ પોતાના બ્લોગમાં તે પ્રગટ કરે તો તે ગુજરાતી સાહિત્યની સેવા જ ગણાય !! પણ આમાં પ્રોબલેમ એ છે કે આજકાલ તો ઘણાંખરા બ્લોગો અન્ય કવિઓ-ગઝલકારો ની રચનાઓ જ દરરોજ પ્રગટ કરવામાં પડી ગયા છે, જયારે કોઈપણ બાબત નું અતિક્રમણ થાય ત્યારે, તે બાબત ભયજનક કહેવાય ! આમાં બિચારા જે નવા સવા ઊગતાં સર્જક બ્લોગરો કે જે ખરેખર મૌલિક લખાણ લખી જાણે છે તે પડદા પાછળ રહી જાય છે.

-કંઇ પણ મહેનત વગર, લાગણી નું વાવેતર કર્યા વગર કોઈક ની વાવેલ ફસલ – ઊભાં પાક માં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે ?
આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.

-મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકાર ની કૃતિઓ ને પોતાના બ્લોગ માં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરો ને આપણે કોમેન્ટ કે પ્રતિભાવો નો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે,તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી !! નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?! ખુબ જ ઓછા વ્યકિતઓ નવા બ્લોગર ને પ્રોત્સાહિત કરે છે.

-બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ…કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ !(બેનો ખોટું લગાડતા નહીં !!)

- બાય ધ વે..આ રચના ની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની !!

-જેના પુસ્તકમાંથી રચના લઈને આપણ ને પીરસી હોય છે તે મુખ્ય રચનાકાર-સર્જક ને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે ?!

- પ્રવિણ કે.શ્રીમાળી

8 Responses to “ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં”

  1. on 08 Jul 2009 at 9:07 pm 1.sapana said …

    મહ્દ અંશે તમારી વાત સાચી છે.નવા બ્લોગરને પ્રોત્સાહિત કરવાનુ ઓછૂ બનેછે.મારા જેવા નવા બ્લોગરને કરગરરવુ પડે છે કે મારાં બ્લોગ્મા આવો અને અમૂલ્ય પ્રતિ ભાવ આપો.જ્યારે નવા બ્લોગરને વધારે ઉત્સાહિત કરવા જોઇયે.બહેનો માટે ની બાબતમાં હું ચૂપ રહીશ્ઃ)
    સપના

  2. on 09 Jul 2009 at 4:50 am 2.જય said …

    “નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?!” સાચી વાત.

    હું માનું છું કે “ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ. જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )”

    સ્ત્રોત: વિજયનું ચિંતન જગત http://gujaratisahityasangam.wordpress.com/2009/01/15/jay-bhatt-bansina/

  3. on 11 Jul 2009 at 7:33 am 3.Suresh Jani said …

    હું તમારી સાથે પુર્ણ રીતે સહમત છું.
    પણ પ્રતીભાવો માટે કરગરવાની વાત ઠીક નથી. બ્લોગર લખે અને વાચક પ્રતીભાવ આપે . એ શ્રેષ્ઠ .
    પણ પ્રતીભાવ ન મળે તો નીરાશ થવું એ ઠીક નથી.
    સર્જનનો આનંદ તો સર્જકને જ સમજાય્ વાચક એ સમજે એ એની ખાનદાની .
    સાથે એ પણ નોંધી લો કે બ્લોગો એટલા બધા વધી ગયા છે કે મારા જેવા નવરાને પણ બહુ ઓછા બ્લોગ વાંચવાનો સમય મળે છે. આથી મોટે ભાગે તો સગા સંબંધી મીત્રો અને જેને અમુક જાતના લેખોમાં રસ હોય તે જ વાંચવાના છે. આ વાત બધાએ સમજી લેવી જોઈએ.
    કોપી પેસ્ટ કરો કે ટાઈપ કરીને … પરવાનગી વગરનું બધું મેટર ગેરકાયદે જ છે.

  4. on 12 Aug 2009 at 9:42 am 4.દાળવાળા જીતેશ said …

    tamari vat sachi chhe pan hu tamara sathe sahamat nathi karan k

    blog system matra hu shu navu rachi shaku chhu ke matra moulik kruti o mate nathi pan potane shu game chhe te bija sathe shear karva mate pan chhe…

    copyright act , i agree with you..

  5. on 18 Aug 2009 at 7:54 pm 5.P U Thakkar said …

    એટ્લા બધા બ્લોગ વધી ગયા છે કે ના પૂછો વાત.

    સ્વરચિત રચનાઓના અને તે સિવાયના બ્લોગ એ રીતે અલગ કેટેગરી બ્લોગની સાઇટ દ્વારા option રાખવા જોઇએ.

    તો મૌલિક લખાણ પસંદ કરીને વાંચી શકાય.

    પ્રવીણભાઇએ સાચી વાત છેડી છે.

    પ્રવીણ ઠક્કર્

  6. on 18 Sep 2009 at 12:13 pm 6.Dr.MayuriSanghvi said …

    I do agree with u Pravinbhai.

  7. on 23 Sep 2009 at 2:34 am 7.Mahendra Shah said …

    thanks Pravinbhai for the comment on by Navratree cartoon in my blog http://www.isaidittoo.com. yes, my cartoons are published in several publications, web site, blogs and magazines. I had whole serieson Navraatree titled “raasnee ramzat” If you are interested, let me know. My cartoon book with compilation of 260 cartoons, almost all 1500 copies sold out! every Sunday releasing new cartoon in my blog. i call it ‘Chai with Mahendra!”

    Mhendra.
    http://www.isaidittoo.com

  8. on 23 Sep 2009 at 2:38 am 8.Mahendra Shah said …

    સુંદર!

    મહેન્દ્ર શાહ.
    http://www.isaidittoo.com

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply