Uncategorized yuvarojagar on 27 Jan 2009 06:59 am
સ્વાગત અને પરીચય

મારા વિશે
અને મસિજદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યકિત્તવ છાનું કોઈ થી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે
– શૂન્ય પાલનપુરી
મારા આ પ્રથમ ગુજરાતી બ્લોગ માં આપણું દિલથી સ્વાગત છે.નાનપણથી જ વાંચન અને લેખનનો મને શોખ રહ્યો છે, વ્યવસાયે વકીલ અને યુવારોજગાર નામના પાક્ષિક અખબાર નો તંત્રી છું. પરંતુ મને ગુજરાતી સાહિત્ય માં પહેલે થી જ રસ અને રુચિ રહ્યાં છે. મારી ઘણી ખરી કૃતિઓ ‘સમભાવ’, સંદેશ, રખેવાળ, નગર સંદેશ વિગેરે જેવા અખબારો માં તથા અખંડ આનંદ, સખી, હિન્દુ મિલન મંદિર, ચાહના, શબ્દ સૃષિટ, આરપાર વિગેરે ઘણાં બધા સામયિકો માં પ્રગટ થયેલ છે.
હું ગુજરાત નાં પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર નો પણ હાલ માં કચ્છ જિલ્લા ના આદિપુર માં રહું છું.આ યુવારોજગાર ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું. આ પાક્ષિક આર.એન.આઇ માં નોધાયેલ છે. આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ આપશે મારું યુવારોજગાર . સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.
મારો એકજ દયેય છે- યુવા શકિતઓ ને બહાર લાવી તેનો તથા સમાજ નો વિકાસ તથા માનવકલ્યાણ !!- અન્યાય તથા સમાજમાં રહેલી બંદીઓ ને દૂર કરી…માનવકલ્યાણ,સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માં ફાળો આપવો તથા યુવા પ્રવૃતિઓ અને કુદરતે આપેલ કલમ શકિતનો તે માટે સહી ઉપયોગ કરવો..
મારી અન્ય પ્રવૃતિઓ અને જીવન ઝલક;
- કોલેજ દરમિયાન NSS પ્રવૃતિઓ તથા યુવાપ્રવૃતિઓ જેવી કે સાહિત્ય લેખન-વાંચન, વક્તૃત્વ સ્પર્ધા કોલેજ માં યોજવી તથા કોલેજ માં યુવાઓ માં પડેલ સર્જન શકિત બહાર આવે તે માટે પ્રથમ વાર ભીંતપત્ર તથા મુખપત્ર શરૂ કર્યું તથા સંપાદન કર્યું.
-નાનપણ થી જ સાહિત્ય વાંચન નો કીડો, ધો-૮ માં ભણતો હતો ત્યારે બાળવાર્તા અને કવિતા લખી નાંખી અને મારી પ્રથમ બાળવાર્તા “વાર્તા રે વાર્તા” નામના બાળકો ના એક મેગેઝિન માં છપાઇ,ધો-૧૧માં હતો ત્યારે જ “જગત માં સુખ” તે કાવ્ય ૧૯૯૨ માં “નગર સંદેશ” નામના લોકલ અખબાર માં છપાઈ અને તે જ સમયે મારી હાઇસ્કુલ ના મુખપત્રમાં સહએડિટર બની સંપાદન કર્યું,ત્યારબાદ ઉ.ગુ ના લોકપ્રિય દૈનિક અખબાર” રખેવાળ” લગભગ દરરોજ લેખો, કવિતાઓ અને નવલિકાઓ મોકલતો અને તે છપાતી.
ત્યારબાદ મેં પાછું વળીને કદી જોયું નથી…
– કોલેજ ની સાથે-સાથે મારા યુવા મિત્રો ને ભેગા કરીને “ફ્રીડમ યંગ ગ્રૃપ ” નામનું ગ્રૃપ બનાવી ને રજાઓનાં દિવસે અલગ-અલગ ગામડાંઓ ની શાળાઓ માં જઈને વ્યસન મુકિત, અંધશ્રદ્ધા નાબુદી (શ્રીફળ માંથી ચુંદડી નીકાળવી, હાથમાંથી કંકુ ખેરવવું, ધુંણવૂં, માતાજી પ્રસન્ન થવા વિગેરે સામે બંડ પોકારવા માટે મારા રેસનાલિઝમ મિત્રો પોતે જાદુ તથા તરકીબ નાં પ્રયોગો બતાવી ને સમજ આપતાં કે આ ચમત્કાર નહીં,પરંતુ તરકીબ છે !!) પછાત વિસ્તાર તથા મહોલ્લઓમાં જઈને શેરી નાટક કરતાં અને તે દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસ કરતાં. આ ઉપરાંત શાળાના વિધાર્થીઓ ને નિબંધ કે વકતૃત્વ કે ગીત જેવી સ્પર્ધઓ યોજી ને આ ગ્રૃપ દ્વારા ઇનામ આપતાં,મેં હાલમાં આ ગ્રૃપ ને ટ્ર્સ્ટ બનાવીને રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમા હું મહામંત્રી હતો, હાલમાં પ્રમુખ છું.
– સિદ્ધપુર,મહેસાણા, અમદાવાદ અને ગાંધીધામ બાર એસોશિયન નો સભ્ય. સિધ્ધપુર બાર એસોશિયન માં ૨૦૦૨ માં સહમંત્રી રહી ચુકયો છું.
- કોલેજ કાળથી “લોકશાહી સમર્થન” નામના લોકલ અખબાર માં સંવાદદાતા તથા પત્રકાર, આ ઉપરાંત “વિજય એકસપ્રેસ” (બ.કાં જિલ્લાનું દૈનિક અખબાર)માં તથા અમદાવાદ થી બહાર પડતાં લોકપ્રિય સુપ્રસિદ્ધ મેગેઝિન “આરપાર” માં પત્રકાર રહી ચુક્યો છું. “આરપાર” અને “ફીલીંગ્સ” માં હાલ પણ કદીક લખતો રહું છું. સિધ્ધપુર પત્રકાર એસોશિયન માં સભ્ય. વકીલાત ની સાથે-સાથે હાલ માં મારૂ પોતાનું અખબાર “યુવારોજગાર” શરુ કર્યું અને તેને બ્લોગ સ્વરૂપે ચાલુ કરતાં આ તમારા ગુજરાતી બ્લોગ જગતમાં આવી પહોંચ્યો…
“યુવા રોજગાર”
યુવાનો ને નવી દિશા બતાવતો અને સમાજનાં ઉત્થાન માટે સમર્પણ કલમ !!
એક યુવા આવાજ…તેમા જરુર છે તમારા આવાજ નાં ટેકા ની ..
અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન
આપ સૌ ને મારા ગ્રુપ માં પધારવા માટે હાર્દિક આમંત્રણ
http://groups.google.co.in/group/yuvarojagar
http://groups.google.co.in/group/yuvarojagar
http://www.orkut.co.in/Community.aspx?cmm=91735975&mt=7


on 17 Jul 2009 at 12:23 pm 1.સુરેશ જાની said …
વાહ
તમારો પરીચય જાણી આનંદ થયો. તમારા જેવા સારા વીચારકો છે ત્યાં સુધી ગુજરાતીતા અમર છે.
on 18 Aug 2009 at 8:05 pm 2.P U Thakkar said …
‘ગુજરાતીતા’.
સુરેશ્ભાઇએ નવો શબ્દપ્રયોગ કર્યો છે.
‘ગુજરાતી’ અમર છે. એમ કહેવા માંગતા હોય એમ લાગે છે.
આ શબ્દ કદાચ મારા અજ્ઞાને કારણે નવો લાગ્યો હોય તો ક્ષમા કરશો.
on 24 Aug 2009 at 11:32 am 3.Bharatkumar D Shrimali said …
Sir, Aanathi vadhare marathi kai pan kahevanu nathi ke tame Gujrat & ethi pan vadhare Samaj na ek Saksham viral Vyaktitva dharavnar Vyakti to chho. Pravinji Samajno hovathi blog ma lakhu chhu em manvu pan khotu chhe pan mane pan apna jevi Samajni ane Rajyana Berojgar Yuvaone tame Je sankal Racho chho e Ghanu badhu kahi jay chhe. Keep it. Once’s again i say to you Congratulation Pravinbhai Shrimali.
Bharat D Shrimali.
9723813508
on 17 Sep 2009 at 1:21 pm 4.સુરેશ જાની said …
સુરેશ્ભાઇએ નવો શબ્દપ્રયોગ કર્યો છે.
‘ગુજરાતી’ અમર છે. એમ કહેવા માંગતા હોય એમ લાગે છે.
આ શબ્દ કદાચ મારા અજ્ઞાને કારણે નવો લાગ્યો હોય તો ક્ષમા કરશો
————–
આ મારો પ્રયોગ નથી !
ઉમાશંકર જોશીએ પ્રયોજેલો આ શબ્દ ગુજરાતીપણાંનો પર્યાય છે. મને બહુ ગમે છે.
સંસ્કૃત – સંસ્કૃતી થાય
પણ ગુજરાતીમાં બીજો ઈ શી રીતે લગાડવો ? અને ગુજરાતીત્વ જરા ભારેખમ લાગે છે .
માટે કદાચ એ મહાકવીએ આ શબ્દ પ્રયોજ્યો હશે.