Feed on Posts or Comments 17 March 2010

Category Archiveકાવ્યો



કાવ્યો yuvarojagar on 06 Apr 2009

ચોથો વાંદરો…પ્રજા !!

ચોથો વાંદરો

હવે એક ચોથો વાંદરો ઉમેરાયો છે
- તે ખરું – ખોટું એક કાને થી સાંભળે ને બીજા કાને થી કાઢે છે
- તે  ખરું – ખોટું આંખો ફાડીને જુએ છે, તે બસ આંખો ફાડી ને જોતો જ રહે છે
ખરું ખોટું બોલવાનો તેનો વારો કદી આવતો જ નથી
- હા  કદીક પાંચ વર્ષે એકાદ વાર ચૂંટણીના ઢંઢેરાઓમાં,
કોક નાં નામના નારાઓ લગાવે છે…
… અને ચોકડી મારવાના ટાણે તેનું મોં,
- થોડા રુંપિયાની થોકડીઓ થી…
- દેશી દારુની થેલીએ…
- ભજીયાનાં પડીકે…
બંધ કરી દેવામાં આવે છે

ચોથાં વાંદરા ને જોઈ, પેલાં ત્રણ ‘પશુ’ વાંદરાંઓ હશે છે

એક વાત કાનમાં કહું, કોઈ ને કહેતાં નહી !!

- આ ચોથો વાંદરો તે… ‘પ્રજા’!!!
- પ્રવિણ કે.શ્રીમાળી

કાવ્યો yuvarojagar on 12 Mar 2009

ચાલ આપણે એકડો ઘૂંટીઍ

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
 
ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ
 
રગદોળાયા છીએ જે ધૂળમાં
આજે તે માટી ની મહેંક ને ઘૂંટીએ
 
આંબલી-પીપળી રમતાં’તા સીમમાં
તે આંબલી ના ખટ્ટામીઠાં રસને ઘૂંટીએ
 
આગળ છે ઘણાં ચઢાવ ઉતાર
ભણતર – ગણતર સાથે અનુભવ ને ઘૂંટીએ
 
ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ
 
                        - પ્રવિણ કે.શ્રીમાળી

કાવ્યો yuvarojagar on 05 Mar 2009

યુવા

યુવા
પ્રસરાવી છે મેં પાંખો ને,
ઉડાન ભરી છે મોટી
થયો અહેસાસ ‘યુવા’ હોવાનો,
લાગણી થઈ છે મોટી
લાગે છે જાણે,
‘સારાં જહાં અબ મેરા’
વિશાળ આકાશ જેવી,
હવે તમન્ના થઈ છે મોટી

અશ્કય ને બનાવવું છે શકય હવે,
હર મોડ પર એક મુશ્કેલીને જીતવી છે મોટી

દરિયાઈ લહેરોને જીતવી છે ચટાન બની,
પડકારોને અમે પડકારીશું, હવે તાકાત છે મોટી
હોય દ્રઢ સંકલ્પ ને દ્રઢ મનોબળ,
‘પ્રવિણ’ લાગે એમ કે આપણે દુનિયા જીતી છે મોટી
                               
                          – પ્રવિણ કે.શ્રીમાળી