Category Archiveલેખ
લેખ yuvarojagar on 12 Jul 2009
હવે મારો”યુવા રોજગાર” બ્લોગ વર્ડપ્રેસ પર !!
મારા પ્રિય મિત્રો,
તમારા જેવા મિત્રોની સલાહ અને સુચન થી હવે મેં મારો અને તમારો ચાહીતો બ્લોગ “યુવા રોજગાર”વર્ડપ્રેસ પર શરૂ કરેલ છે. તેથી હવે પછી ની નવી દરેક પોસ્ટ તેના પર જોવા મળશે. આપણે હવે પછી મારા આ નવા બ્લોગની નીચેની લીંક પર મળીશું. તમને વિનંતી છે કે હવે પછી તમારા અમૂલ્ય પ્રતિભાવો તથા સુચનો આ નવા બ્લોગ પર આપશો.
સહકાર બદલ તમારો ખુબ-ખુબ આભાર.
મારા બ્લોગની લીંક ;
“યુવા રોજગાર”
http://pravinshrimali.wordpress.com
તથા મારો બીજો બ્લોગ “કલમ પ્રસાદી” પણ હવે વર્ડપ્રેસ પર http://kalamprasadi.wordpress.com
તમારો મિત્ર,
પ્રવિણ કે.શ્રીમાળી
Editor : “યુવા રોજગાર”
Uncategorized & લેખ yuvarojagar on 08 Jul 2009
ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં
લેખ yuvarojagar on 02 Jul 2009
યુવા ઝુંબેશ…જાગો યુવા જાગો !!
મિત્રો, આપણે રોજબરોજ, ડગલે ને પગલે લાંચ-રુશ્વત, સગાંવાદ, ભ્રષ્ટાચાર, આંતકવાદ, બેકારી, મોંઘવારી વિગેરેથી એટલાં બધાં ધેરાઈ ગયા
છીએ કે તે આપણ ને કોઠે પડી ગયું છે. ભ્રષ્ટાચાર નાં ભોંરિગે એવો ભરડો લીધો છે કે તે આપણ ને દરેક વિભાગ કે ખાંતાઓમાં કે દરેક જગ્યા
એ તેનો અનુભવ અને અહેસાસ મળી જ જાય છે. એટલું જ નહીં, પરંતું લાંચ અને ભ્રષ્તટાચારનાં ભોંરિગે તો આપણાં માનસ પર પણ અડિંગો
જમાવી દીધો છેતેથી આપણે આપણી જાતને તેની સાથે એડજસ્ટ કરતિં રહીએ છીએ, સમાધાન કરતાં રહીએ છીએ. કોઈપણ વિભાગ માં – કોઈ
કોઈપણ ખાતાંમાં કામ કઢાવવું હોયતો ‘ ચા પાણી નાં કરી ને પૈસા આપવાનાં ! નૌકરી મેળવવા વગ કે પૈસાનો ઉપયોગ કરવાનો ! તો જ નૌકરી
મળે, તો જ કામ થાય ! – આ ગાંઠ ધીરે-ધીરે દરેકનાં મનમં એવી બંધાઈ ગઈ છે કે જાણે કે લાંચ આપવી – લેવી એ જાણે કે રિવાજ હોય, નિયમ
હોય તેમ સાહજિકતાથી આખા દેશ માં પ્રવર્તે છે. આપણે બસ આવા ચોકઠાંઓમાં આપણી જાતને ફીટ કરી દીધી છે.આપણે બસ વિચારીએ છીએ
આપણે વિરોધ કરીશું આપણું કામ બગડશે ! અથવા આપણાં વિરોધ કરે શું કોઈ આપણી વાત માની લેવાનું ? કશું કોઈ સુધરવાનું નથી, એમ
માની લઈ ને આપણે ભણેલાં- ગણેલાં, ગાંમડાં નાં માણસને ગમાર માનતાં અને આપણી જાતને ઊંચી માનતાં એવાં આપણે પણ ગાડરીયાં પ્રવાહ
માં તણાંઈએ છીએ.
તમારી યુવાની સામે પડકાર છે. આ દેશ ના એક સાચા નાગરિક તરીકે આ પડકાર ને ઝીલવો જોઈ એમ નથી લાગતું ?
મિત્રો આ દુનિયામાં બધું જ પરિવર્તનશીલ છે. સમય આવે ત્યારે બધું જ પલટાવી શકાય છે. જો રાજારામ મોહનરાયે,
બધાં જ લોકો જયારે અંધશ્રદ્ધા માં ડુબેલાં હતાં ત્યારે તેવા સમયે સતીપ્રથા અને દૂધપીતી બાળકી ની કુપ્રથા અને કુરિવાજો સામે બંગ પોકારી
ને તેનો વિરોધ કરીને તે બંદીઓને નાબુદ કરી, જયારે હજારો લોકો આઝાદી મેળવવાનાં જંગ માં લડતાં-લડતાં ખપી ગયાં અને તે જ વખતે
એક યુવાન ડોસલાંએ લોહીનું એક પણ બુંદ રેડાયાં વગર પોતાનાં આગવાં આચાર અને વિચારોથી બસો વર્ષથી ગુલામીમાં જકડાયેલી પ્રજાને
આઝાદી અપાવી – ત્યારે મહાત્મા ગાંધીજીએ તે સમયે એવું નહોતું વિચાર્યું કે આટલાં બધાં શુરવીરો ને ક્રાતિકારીઓ શહીદ થઈ ગયાં ત્યાં
આપણે શું કરી શકવાનાં ?!…જો તેમને તે વખતે આવું વિચાર્યું હોત્ત તો ?…
મતલબ મારો કહેવાનો અર્થ એટલોજ છે કે આપણે પણ ગાંડેરિયાં પ્રવાહમાં તણાઈ ગયાં છીએ, જેમ ચાલે છે તેમ
ચાલવાદો – તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ! પરંતું મિત્રો, હવે સમય આવી ગયો છે કે સમાજ માં વ્યાપી ગયેલી આ બંદીઓ ને આપણે જ આગળ
આવીને તેને દુર કરીએ.આ માટે તમારે નથી કંઈ ધન વાપરવાનું કે નથી કોઈ ને સુધારવા માટે સલાહા- સુચનો આપવાનાં ! માત્ર તમારે
આ યુવા ઝુંબેશ માં સાથ સહકાર આપવાનો છે. તેમાં શરુઆત કરવાની છે આપણે પોતાની જાતથી
મિત્રો, આપણે જાતે સુધરીશું તો કુંટુંબ સુધરશે, કુંટુંબ સુધરશે તો સમાજ સુધરશે, સમાજ સુધરશે તો રાજય અને દેશ સુધરશે !
તમારે માત્ર નીચે આપેલાં વિચારો ને પોતે આચરણ માં લાવીને તે માટે શરુઆત કરવાની છે. તો આગળ વાંચો, વિચારો અને સમાજ અને દેશ
માં સુવ્યવસ્થા જાળવવાં, તમારી ફરજ સમજીને નીચે લખાયેલાં વિચારો ને અમલમાં મુકો.
- સૌ પ્રથમ તો વાત એ કે તમે દર્રોજ નિયમિત અખ્બાર વાંચો. તેનાથી તમને ઘણાં લાભ થશે, એક તો ખાલી પડેલ નૌકરીની જાહેરતો જોવા મળશે. બિજી વાત એકે રોજબરોજ દેશ અને દુનિયા માં બનતી ઘ્ટ્નાઓ થી માહિતીગાર બનશો તથા તમારા જનરલ નોલેજ માં સારો વધારો થશે, જે તમારા ઈન્ટરવ્યું વખ્તે ઘણું કામ લાગશે.
– યુવા રોજગાર, એમ્પ્લોયમેન્ટ ન્યુઝ, લિબર્ટી કેરિયર્સ ન્યુઝ , રોજગાર સમાચાર જેવા રોજગાર ને લગતા સામિયિકો વાંચો. – અડધો કલાક પુસ્તકાલય માં વિતાવો, ત્યાં પણ તમને તમારી કેરીયર બનાવે તેવી ઘણી સામગ્રી મળી જશે. - અઠવાડીયા માં એકવાર સાયબર કાફે માં જઈ ને ઓન લાઈન ઈન્ટરનેટ પર જોબ સર્ચ કરી ને ઓન લાઇન એપ્લીકેશન કરો.
- – સાયબર કાફેમાં ચેટીંગ અને ડેટીંગ માં સમય બગાડ્યાં વગર, તમે તમારું મુળ કાર્ય – નૌકરી અને કેરિયર ને લગતું કામ જ કરો , નહીં તો બીજી વેબસાઈટો માં ઉલઝાઈ જશો અને ખોટૉ ટાઈમ અને પૈસા બગડશે.
- હવે હું મારી મુખ્ય વાત પર આવું છું, ઘણાં મારા યુવા મિત્રો આર્થિક પરિસ્થિતી નાં લીધે થઈને એક અખબાર કે સામયિક
નિયમિતપણે વસાવી શકે નહીં અથવા સાયબર કાફેમાં જઈ પણ ન શકે. કારણ કે તે બેકાર હોઈ અને આપણાં ભારત માં એવું છે કે ઘર
માં એક જ વ્યકિતી કમાતી હોય અને તેની આવક પર કુંટુંબ નાં બાકીનાં સભ્યો નભતાં હોય છે, આવી પરિસ્થિતી માં બેકાર વ્યકિતીને ખુદ, કમાતાં વડીલ પાસે પૈસા માટે હાથ લાંબો કરવો પડે એટલે શરમ સાથે લાચારી ભોગવવી પડે. બીજી વાત એ છે કે ખરેખર આ માટે
આટલાં પૈસા કાઢવાં પણ મુશ્કેલ હોય !. કેમકે, ગરીબી શું કહેવાય તે મને ખબર છે. આવાં ખર્ચા કાઢવાં પણ મુશકેલ બનતાં હોય છે.
આવાં યુવા મિત્રોને મદદ કરવાં માટે આપણે ખુદ આગળ આવવાં નું છે અથવા તમારી મદદ માટે તમારે ખુદ આગળ આવવાનું છે. તે માટે હું તમને કેટલાંક સુચનો તથા માર્ગદર્શન બતાવું છું , તેનો અમલ કરશો તો મારું માનવું છે કે ભારતની બેકારી નો ઘણો ખરો ઉકેલ આવી જશે… તે માટે મારી હવે પછીની પોસ્ટ આપ વાંચો -બસ થોડીક રાહ જોવો !…
લેખ yuvarojagar on 26 Jun 2009
વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!
વિદેશીઓ નો ભારતીયો પર હુમલો-આધુનિક કહેવાતા ગોરાઓનું વિકૃત માનસ !!
(સમાચાર લાઈન સૌજન્ય ;અકિલા દૈનિક)
આ સમાચારો તમે અનેક દૈનિકોમાં વાંચ્યાં અને સાંભળ્યા હશે. ઉચ્ચશિક્ષણ મેળવેલાં, આધુનિક ગણાતાં, ટેકનોલોજી અને વિજ્ઞાન માં આગળ પડતાં ગોરાઓ, આપણને અંધશ્રદ્ધાળુ, ઊંચ-નીચ નો ભેદભાવ રાખતાં, અભણ-ગમાર કે એકવીસમી સદીથી પાછળ ગણે છે.અને આપણે છીએ પણ ખરા !! કેમકે હજુ સુધી આપણે ઊંચ-નીચનાં ભેદભાવ રાખીએ છીએ, આજે પણ ભારત માં ઘણાં ગામડાઓ અને નાનાં શહેરોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે, તેમને અછુત ગણવામાં આવે છે. ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ મેળ્વયું હોય છતાં અને શહેરમાં રહેતાં હોય છતાં, કેટલાંય લોકો માનસિક રીતે તો દલિતો ને નીચી નજરેથી – તેમનાથી નીચા જ ગણે છે !
આપણે ભારતીયો- કુતરા-બિલાડા, ગાય-ભેંસ જેવા પ્રાણીઓ ને હોંસેથી પાળીએ છીએ-પોસીએ છીએ, તેમનાથી કોઈ અંતર રાખતાં નથી, પરંતું એક જ શરીર રચના, એક જ લોહી દ્યરાવતાં આપણે, માણસ-માણસ વચ્ચે ભેદ રાખીને -એક માણસ બીજા માણસ ને અછૂત ગણે તેનાથી મોટું અચરજ અને મોટી શરમની વાત કંઈ હોઈ શકે ?! જો આ વાત પશુઓ સમજી શકતાં હોત તો આપણાં પર જરુર હસતાં !!
જાણીતા પત્રકાર શ્રી ઉર્વેશ કોઠારી એ તેમના બ્લોગનાં લેખ માં સાચે જ કહ્યું છે કે હાલ માં તો ઓસ્ટ્રેલીયા માં રહેલાં ભારતીયો
” ઓસ્ટ્રેલિયા ના દલિતો ” કહેવાય !!
પરંતું હાલ માં આપણે ગોરાઓની વાત કરવાની છે કેમકે, આપણાં કરતાં ઘણાં આગળ નીકળી ગયેલાં આ પસ્ચિમ નાં કહેવાતા આધુનિક વિચાર વાળા ગોરાઓ જયારે આપણાં કરતાં બે પાવડા ઊંધા વાળે તેમ આ ભેદભાવ વાળી વિચારસરણી માં આપણાં કરતાં ઘણાં પાછળ છે, તેમ આ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં થયેલાં ભારતીયો પર નાં હુમલાઓ પરથી લાગે છે.હજુ પણ હુમલાઓ ચાલુ જ છે.
આ લખાય છે ત્યાં ગઈ કાલે હૈદ્રાબાદ નાણ અલી રાજા ખાન નામનાં ભારતીય પર બે ઓસ્ટ્રેલિયન સ્ટુપીડ સ્ટૂડન્ટૉ એ હુમલો કરી જખ્મી કરી ને લુંટી લીધો અને તેજ કહેવાતી ત્યાં ની પોલીસ આવાં હુમલાં ખોરોને પકડવા ને બદલે આડાં-અવળાં ફાંફા મારે છે.
એશિયાનાં સૌથી વધુ વિધાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને કેનેડા માં ભણવા જાય છે. પરંતું ત્યાં ની બિલાડા નાં ટોપની જેમ ફૂંટી નીકળેલી શિક્ષણ સંસ્થાઓ કેટલી માન્ય છે તે આપણાં ભારતીયો તો શું, પરંતું ઓસ્ટ્રેલિયનો ખુદ નથી જાણતાં !! તે ડીગ્રી કેટલી માન્ય છે ?, તેનાથી શું લાભ થશે ? તેનાથી નૌકરી મળશે કે નહીં ? આ બધું રામ જાણે ?? આપણે તો બસ હરખાયે છીએ, મારા બાબા કે બેબી ને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલ્યો છે ! સમાજ માં વટ પડી ગયો ! આ વટ પાડવા માં આપણે ચવાણાં નાં ભાવ માં તૂટી ગયાં હોય , માથે દેવા નો ડુંગર હોય તોય છાતી ઠોકીને ફરવાનું ?! કેમકે, છોરા-છોરી નું કયાંક ઝલ્દી ગોઠવાઈ જાયને ?! ભયો ભયો ભાઈ !! આ છે આપણી મોનોપોલી !
જયારે ગોરાઓ ને તો ચાન્સ મળે તો હજુએ તેમને આપણાં પર રાજ કરવું છે. શ્વેત-અશ્વેત જેવાં રંગભેદો નું બિજ તો વર્ષોથી તેમને બોઅઈ દીધું છે. ખબર નથી તેમને કંઈ આભડછેટ નડે છે, પરંતું એટલી વાત ચોક્કસ છે કે આપણૉ વિકાસ તેમને જોયો જાતો નથી !! આપણે આગળ આવી એ તેમા તેમની સત્તા લુંટાઈ જાય છે, તેમને આખા વર્લ્ડ પર રાજ કરવું છે. ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસતરફ મોટી હરણફાળ ભરી રર્હ્યો છે ત્યારે તે જોઈને આ લોકો નાં પેટ માં તેલ રેડાય છે !!
આપણી ગરીબ પ્રજાના ફોટા પાડીને ત્યાં વિદેશમાં જઈને, બતાવી ને “ધીસ ઈઝ એ ઈન્ડિયા ” કહેનારા, આ વિકૃત માનસ વાળાં ગોરાઓ નાં હાલ માં ભારતીયો ને ખુલ્લે આમ લુંટતાં ફોટાઓ જોઈને હવે આપણે કહેવું જોઇએ ” ધીસ ઈઝ એ ઓસ્ટ્રેલિયા” !! પરંતું આપણાં માં તે કહેવાની ખુમારી આવી નથી , કેમકે જયાં સુધી આપણે આપણાં ભારતનાં શિક્ષણ ને ઊંચા દરજ્જાથી-ઊંચી નજરથી નહીં જોઈએ ત્યાં સુધી ખુમારી આવશે નહીં !! આપણ ને વિદેશી નામનાં માર્કા વાળી ચીઝ-વસ્તુઓનું વળગણ ઓછું નહીં થાય ત્યાં સુધી, આપણાં માં આવી ખુમારી નહીં આવે !
બાકી હાલમાં તો આ ગોરાઓ આપણાં થી નીચા !! કેમકે, “વસુંમ્બધૈવ કુટુંબકમ” ની ભાવનાં તેમનાં માં કયાં છે?!
લેખ yuvarojagar on 22 Jun 2009
જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો…કુચ કરકે દિખાના હૈ !!
જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો…કુચ કરકે દિખાના હૈ !!
પંદરમી લોકસભા નાં પરીણામો ઘણાં ક્રાંતિકારી કહી શકાય, કેમકે લોકસભા માં પહેલી વાર પચાસ કરતાં વદ્યુ મહિલઓ ચૂંટાઈને આવી. આ લોકસભાની ચૂંટણીમાં ૬૧ મહિલઓ ચૂંટાઈને આવી તેમાં ૩૦ મહિલઓ ભણેલી-ગણેલી શિક્ષિત મહિલાઓ ૪૦ વર્ષ કરતાં નીચેની ઉંમરની યુવા સાંસદો છે.આ યુવા મહિલા સાંસદોમા કંઈક કરી બતાવવાનો, સમાજ અને રાષ્ટ્ર્ને પ્રગતિના પંથે આગળ દ્યપાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો આપણાં ખંઈબદેલા અને રીઢા થઈ ગયેલાં મોટી ઉંમરનાં -ઘરડાં, છતાં ખુરશીનો મોહ જતો નહીં કરનારા રાજકારણઓ રોડ વરચેનાં બમ્પની જેમ પોતાનાં ખાતાં માટે ખેંચાતાણી કરીને આ યુવા મહિલાઓને ખાતાં ના સોંપે તો પણ આ યુવા સાંસદો ચોક્કસ પોતાની કુનેહ અને આવડતથી પોતાના વિસ્તારમાં તો સેવાની મહેંક પ્રસરાવશે જ એમાં કોઈ શક નથી જાણો આ યુવા મહિલઓને અને ગુજરાતી -યુવા ગુજરાતણો માત્ર ગરબા અને દાંડિયાં ખેલવાને બદલે થોડું રાજકારણ પણ ખેલો વિકાસ અને લોકશાહીને બચાવવા માટે !!
(૧). મૌસમ નૂર ; સૌથી નાની ઉંમરની ૨૭ વર્ષની માસુમ મૌસમ નૂર લઘુમતી સમાજ માટે પ્રેરણાદાયી સાંસદ છે.મૌસમ નૂર રાજનૈતિક કુંટુમ્બમાંથી આવે છે, તેના ચાચા ગની ખાન ચૌદ્યરી કોંગ્રેસનાં દિગ્ગજ નેતા છે તથા તેમની માતા છેલ્લાં વીસ વર્ષથી દ્યારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા, પરંતુ તેમનું મૃત્યું થતાં તેમની જગ્યા એ સોનિયાજીએ એક તક મૌસમનૈ આપતાં, પશ્ર્વિમ બંગાળ ના માલદા (ઉત્તર) ક્ષેત્રેથી ચૂંટાઈને આવી.
અહીં બેરોજગારી એક મોટી સમસ્યા છે અને આ સમસ્યાને સુલઝાવવા અને પોતાની માતાના અદ્યૂરાં વિકાસનાં કાર્યોને પૂરા કરવા મૌસમ નૂર કટિબદદ્ય છે. આ માટે તેને કુટિર ઉદ્યેાગને ઉત્તેજન આપવાનાં યત્નો ચાલુ કરી દીદ્યા છે.
(૨). અગાથા સંગમા ; ૨૮ વર્ષની અગાથા સંગમા પૂર્વ લેાકસભા અદયક્ષ શ્રી એ.પી.સંગમા ની પુત્રી છે. અને મેઘાલય ની તુરા સીટ પરથી બીજી વાર ચૂંટાઈને આવેલ છે. યુવઓ અને મહિલઓને વદ્યારે સશકત બનાવવાને તથા પૂર્વોત્તર રાજયો અને શેષ ભારત વચ્ચેની ખાઈને મિટાવવા માંગે છે.અગાથા કાનૂની સલાહકાર તરીકે કામ કરી ચૂકી છે.
(૩). શ્રૃતિ ચૌદ્યરી ; ૩૩ વયની શ્રૃતિ સારી વકતા છે. હરિયાણાનાં પૂ.મુખ્યમંત્રી શ્રી બંસીલાલ ચૌદ્યરીની પૌત્રી છે અને તેની માતા કિરણ ચૌદ્યરી હડડા સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેનો સીધો મુકાબલો મંત્રી ઓમપ્રકાશ ચૌટાલા નાં પુત્ર અજય ચૌટાલા સાથે થયો હતો.તેને સીદ્યી માત્ત આપીને ચૂંટાઈ આવનાર શ્રૃતિ નું કહેવું છે કેઃ ‘ વિશેષ યુવઓ અને મહિલઓનાં સાથ-સહકાર મળવાથી તેની જીત થઈ અને તે વિશેષ યુવાવર્ગના ઉત્ત્થાન માટે કામ કરવા માંગે છે. ઓકસફોર્ડ યુનિ.માંથી કાનૂની ડિગ્રી મેળવનાર શ્રૃતિ ઓબામા બરાકથી ઘણી પ્રભાવિત છે અને તેની જેમ કામ કરવા માંગે છે.
(૪). હરસિમરત કૌર ; ૩૪ વયની હરસિમરત કૌર હાઈપ્રોફાઈલ બાદલ પરિવારની પુત્રવદ્યુ છે અને તે પંજાબ નાં ભટિંડા ક્ષેત્રેથી ચૂંટાઈને આવેલ છે. આ યુવા સાંસદ નું કામ અને જુંબેશ કાબિલે દાદને પાત્ર છે. ટેક્ષટાઈલ ડિજાઈનીંગ ની ડીગ્રી દ્યરાવતી હરસિમરત કન્યાભ્રૂણ ની થતી હત્યા નાં કલંકને જડથી ઉખેડવા અને આ રાજયમાં પુરુષ-સ્ત્રી ની સંખ્યાનાં તફાવત ને દુર કરવાં મકકમ રીતે કામ કરે છે. તેને માટે તેને ‘નન્હી ચાન ‘નામનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને તેમના પતિ સુખબીર સિંહ બાદલ મુખ્યમંત્રી બનતા આ કાર્યક્રમમાં વેગ આવ્યો છે. ભૂ્રણ હત્યા રોકાવા નાં કામની સાથે તે પર્યાવરણ નાં ક્ષેત્રે પણ કાર્યરત છે. તેને અહીં ની દ્યરતીને હરીર્ભરી હરિયાળી બનાવવાનું પણ બીંડુ ઝડપ્યું છે અને તેનું પણ તે અભિયાન ચલાવે છે.
(૫). મીનાક્ષી નટરાજન ; આમ ભારતીય તરીકે તરતજ યાદ રહી જાય તેવી સીદ્યીર્સાદી ૩૫ વયની મીનાક્ષી નટરાજન ગાંદ્યીજી નાં વિચારોને પોતાના જીવનમાં ઉતારી, પોતે પોતાના આચરણમાં અમલ માં મૂકીને એક જીવંત દ્રષ્ટાંત આપ્યું છે. સામાન્ય દેખાવ અને ખાદી પહેરતી મીનાક્ષી એ ચૂંટણી લડવા માટે પેાતાની પાર્ટી તરફથી મળેલ ભંડોળ નાં પૈસા બચતાં તે પૈસા પાર્ટી ને પરત કરીને એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સતત છ વખત ચૂંટાઈને આવતાં તેના સામે ઉભેલાં ઉમેદવાર શ્રી લક્ષ્મીનારાયણ પાંડે ને હરાવ્યાં. કાયદાની ડીગ્રી દ્યરાવતી મીનાક્ષી બેરોજગારો માટે કામ કરવાં માંગે છે. તનું માનવું છે કે રાજનિતી મની અને મસલ પાવરથી મુકત હોવી જોઈએ.
(૬). જયોતિ મિર્દ્યા ; ૩૬ વયની, વ્યવસાયે ડોકટર પણ દાદા નાથૂરામ મિર્દ્યા ની રાજનીતિ તેને પણ વારસા માં મળી હોય તેમ પહેલીવાર નાગૌર થી ઊભી રહી ને જીત પણ હાંસલ થઈ. જયોતિ ને બાલિકઓ અને ગ્રામીણ સ્વાસ્થ્ય માટે કંઈક કરી જવાનો બુંલંદ ઈરાદો દ્યરાવે છે. રાજસ્થાનમાં પીવાના પાણી ની ખુબ જ મોટી સમસ્યા છે, તેને હલ કરીને લોકો ને ફલોરાઈડ મુકત પીવાનું પાણી મળે તે માટે તેની પાસે એક તૈયાર ફોર્મુલા તથા યોજના છે.
આ છે આપણી યુવા સાંસદો ની થોડીક ઝલક, પરંતુ આ બદ્યાં વચ્ચે એક સામ્ય છે કે આ બદ્યા નાં પરીવારોમાં એકાદ સભ્ય રાજનીતિ સાથે જોડાયેલ છે અને તેથી વારસા ગત રાજનીતિ મળી હોય તેમ લાગે છે. તેથી આપણાં મનમાં પણ સવાલ થાય છે કે એક આમ આદમી ને પાર્ટી ટીકીટ કેમ આપતી નથી ? અને જો ટીકીટ આપે તો આપણી પ્રજા એટલે કે આપણે એક આમ આદમી ને મત આપી ને વિજય બનાવી એ ખરા ?!…
કેમકે, આપણે ભારતીયો હંમેશા અભિનેતા-અભિનેત્રી કે ખેલાડી થી આકર્ષાઈએ છીએ, (અને આ વાત નેતાઓ સારી રીતે જાણે છે તેથી પ્રચાર માં હીરો-હીરોઈનો તથા ખેલાડીઓ ને સાથે લે છે અથવા ચૂંટણીમાં ઊભાં રાખે છે અને હીરો-હીરોઈનો તેના બદલામાં પૈસા લે છે) અને તેનો ભરપુર ફાયદો આ રજકારણીઓ ઉઠાવે છે. જે સમાજસેવાનો ‘ક’ એ ન જાણતો હોય તેવાં હીરો-હીરોઈનો ને કે ખિલાડીને આપણી ભોટ પ્રજા હોંશે-હોંશે અને ખોબલે ખોબલે મત આપી ને વિજયી બનાવી શોભા નાં ગાંઠિયાં ની જેમ વિદ્યાન સભા કે સંસદસંભા માં બેસાડી દે છે.ઓબામા બરાકની જેમ ભારતમાં આમ આદમી સીદ્યો વડાપ્રદ્યાન બને તે વાત આપણે પોતે જ અશકય બનાવી છે. કેમકે, આમ આદમી ને પાર્ટી ટીકીટ નથી આપતી કે આમ આદમી ચૂંટાઈને નથી આવતો તેનું મુખ્ય આ જ કારણ -આપણી આવી માનસિકતા!! તમારું શું કહેવું છે?..
Uncategorized & લેખ yuvarojagar on 19 Jun 2009
બાળ મજુરી ! મુરજાતું ફુલ, કચડાતું બાળપણ !!
બાળ વિશ્વદિન ની મોટી-મોટી વાતો કરનારા આપણે તથા સમાજ્નાં કહેવાતા સમાજસેવકો જુઓ આ તસ્વિરો
-
અને આ માસુમો ને અને સમજો તેમની મજ્બુરીને ! બાળ મજુરી હજુપણ ભારત માં રહેવાની જ, કેમકે, પેટનો ખાડો પુરવો પડે છે. ગરીબી તેમની મુખ્ય મજબુરી છે, બેકારી અને ગરીબી નો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા તમે કાયદા બનાવો, કંઇ ફરક પડવાનો નથી! જ્યાં ખાવાનાં ફાફાં હોય ત્યાં ભણવાનું તો ક્યાંથી હોય ?! રમવાનાં અને ભણવાનાં આ દિવસોમાં મજુરી કરી ઘરમાં મદદ રુપ થઈ ને બે ટંક નો રોટલો કાઢવો તેમનાં માટે મુખ્ય જરુરિયાત છે.
- તેને માટે આપણે જ આગળ આવવું પડશે, શું તમે આવાં બાળકો માટે કંઈક મદદ ન કરી શકો ?
-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .

(૧). તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને… અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં “માનવ જયોત” નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે. તે સુપેરે પક્ષીઓનાં કુંડાઓ બનાવીને દરેક જાહેર જગ્યાએ કે એર્પાન્ટમેન્ટમાં લટકાવીને પક્ષીઓને પાણી પીવડાવાં જેવું, આપણને નાનું લાગતું આ મોટું કામ આ સેવાભાવી સંસ્થા કરે છે, કોઈપણ પ્રચાર કે પબિલસીટી ની લાલચ વગર !!
(૨). સૌ પ્રથમ તો તમે તમારી આજુબાજુ આવા બાળકો હોય તો તેની માહિતી આપ આપણી રજાનાં દિવસો માં મેળવી ને તેને તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.
(૩). કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે !
(૪) વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!! અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!
(૫) તમે ખરેખર મનુષ્ય હોય તો માનવી ની માનવતા બતાવવાનું ભુલતાં નહીં !! આટલું અમલ માં મુકો તો શિક્ષણ અને રાષ્ટ્ર્ બંને ઊંચા આવી જ્શે.
લેખ yuvarojagar on 29 May 2009
પ્રેરણા ની પરબ
વળી ચોમાસું આવી ગયું વરસાદ આવવાંનાં એંદ્યાણ વર્તાય રહ્યાં છે.
ત્યારે યાદ છે ગત વર્ષે બિહારમાં કોશી નદીએ તાબાહી વર્તેલી તેને હજુ કળ વળી નથી
ત્યાંની સરકારે શું પગલાં ભર્યા તે રામ જાણે પરંતુ આપણાં ગુજરાતી યુવા મિત્રો ત્યાંની
પ્રજાનાં વહારે દ્યસી ગયાં અને છેલ્લાં આઠ મહિનાથી ત્યાં જ સેવાની દ્યૂણી દ્યખાવીને રહ્યાં છે.કોશી નદીનાં પૂરનાં પ્રકોપનો ભોગ બનેલી પ્રજાનાં પડી ગયેલાં તેમનાં ઘર ચણવાં વસ્ત્રો તૈયાર કારવાં તેમને માનસિક પીડામાંથી બહાર લાવવા તેમનું મનોરંજન કરવું આ બદ્યું આપણાં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠે આપતિકાળ વ્યવસ્થાપન નાં સ્થાપેલાં પેાતાનાં વિભાગ દ્વારા આપત્તિ નિવારણ ટૂકડી ની સાત ટૂકડીએામાં યુવા વિદ્યાથીઓ તથા અદયાપકો ને મોકલેલ તઓ તાલીમ અને સહાયથી ત્યાંનાં પીડીતેા ને
ફરી બેઠા કરવાં માટે જહેમત કરી રહયાં છે.તે સરાહનીય જ નહીં પરંતુ સલામ ને પાત્ર છે. ( મિત્રો તમારા દયાનમાં નિસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવતી કોઈ વ્યકિત ટ્સ્ટ સંસ્થા કે મંડળ હોય તેા તેની સંપૂંર્ણ વિગત ફોટઓ સાથે મોકલશો તો અમો તેને જરુરથી અહીં સ્થાન આપીશું.)
***********
હાર્ટનાં દર્દીઓ માટે આર્શિવાદ સમાન શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકેાટ કોઈપણ મદયમ અને જરુરિયાતમંદવાળા હાર્ટનાં દદીર્ને માટે ભગવાન સમાન છે.કેમકે અહીં એક પણ પૈસો લીદ્યા વગર હ્ય્દયરોગનાં દર્દી ર્ની મફત સારવાર થાય છે.તેમાં હાર્ટસર્જરીથી માંડીને કોઈપણ હ્ય્દય કે વાલ્વનું ઓપરેશન હોય અહીં તે મફત થાય છે.ખાવા્ - પીવા અને દદીર્નાં સગાંવહાલને રહેવાની સગવડ પણ ફ્રી છે. એક દર્દી પાછળ થતો લાખો રુપિયાનો ખર્ચ ટ્સ્ટ ઉઠાવે છે. આનાથી ઉમદા સેવા ‘મિશન’ કયું હોય શકે ?
હમણાં જ ‘મિસાઈલ મેન’ અને ભૂ.પૂર્વ રાષ્ટ્પતિ શ્રી ડૅા.અબ્દુલ કલામે આ હેાસ્પિટલ નાં નવા વિભાગનું તેમનાં હસ્તે ઉદ્ઘાટન કરતાં આ સેવાને બિરદાવી હતી.
લાખર્ લાખ વંદન શ્રી સત્ય સાંઈને ટ્સ્ટીઓને ડોકટરો તથા હેાસ્પિટલનાં સ્ટાફને
આપણાં સગાંસંબંદ્યીમાં કે મિત્રો કોઈ ને પણ હ્ય્દયની બિમારી હોય અને આ હોસ્પિટલની સેવાનો લાભ લેવો હોય તો સરનામું નોંદ્યી લેશો ઃ
શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ
કાલાવાડ રોડ રાજકોટ – ૩૬૦ ૦૦૫
ફોન નં – ૦૨૮૧ – ૨૫૭૩૫૮૮, ૨૫૮૮૮૬૯, ૩૦૯૩૬૭૦
ફેક્ષ નં – ૦૨૮૧ – ૨૪૭૯૫૯૧
CONTACT US
Sri Sathya Sai Heart Hospital
Off Kalavad Road, Rajkot – 360 005 [INDIA]
Ph. : 91-281-2573588, 2588869, 3093670
Fax : 91-281-2479591
E-mail : saihospital@saihopital.org
લાખ – લાખ સલામ !!
નિસ્વાર્થભાવે રઝળી રખડી ને લોકોના ઘરે ઘરે જઈને તેમનાં રાશનકાર્ડ ઓળખકાર્ડ સાત બારનાં ઉતારાઓ કઢાવવાં સરકારી કચેરઓ માં દ્યકકાં ખાવાં અને તે પણ બીજાનાં કામ માટૈ ખાલી સેવાના અને પછાત સમાજ નાં વિકાસ માટે ?
કોણ કરે આ બદ્યી જફાં અને સેવા મફતમાં ?
સૌથી પછાત ગણાતાં આદિવાસીઓ ભીલ ,કોળી, તીરદાંજ, તુરી, તરગાળાં, વાલ્મિકી , વણજારા વિગેરે વિચરતી જાતઊઓનાં જન્મ મરણ ની નોંધણી કરાવવાં મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાં તેનાં એાળખકાર્ડ કઢાવવાં જમીનનાં સાતર્ બાર નાં ઉતાંરા કઢાવવાં આ બદ્યું જ નિસ્વાર્થભાવે સેવા અને આ જાતિ નાં ઉત્કર્ષ માટે કડી જહેમત ઉઠાવીને સાચાં અર્થમા યુવાં તેજ બતાવ્યું છેર્ એ છે ૨૪ વષીર્ય કુ.મિતલ પટેલ . મિતલ યુવારોજગાર ના લાખ – લાખ સલામ તને !!
લેખ yuvarojagar on 29 May 2009
જય હો…યુવા…જય હો !!
જય હો…યુવા…જય હો !!
કોંગ્રેસ નો વિજય થયો અને યુપી એ ની સરકાર બની એટલે આપણે એમ નથી માની લેવાનું કે ભારત ની પ્રજાએ આ ચૂંટણીમાં કોંગ્રેસ કે યુપીએ પક્ષને જોઈને ચૂંટી છે ?
કેમકે ભારતની પ્રજાએ પક્ષને નહીં પરંતુ યુવા નેતૃત્વને પસંદ કર્યુ છે.રાહુલ ગાંદ્યીના યુવા નેતૃત્વને પ્રજાએ સ્વીકાર્યુ. એટલું જ નહીં લોકસભાની આ ચૂંટણી માં ૭૭ યુવા સાંસદોને ચૂંટીને મોકલી આપ્યાં. બીજી મહત્વની વાત એ છે કે ૨૦૦ સાંસદો
૪૦ વર્ષથી નીચેનાં વયનાં છે.
ભાજપની હારનું મુખ્ય કારણ એ જ છે કે તેમની પાસે આપણાં મુખ્યમંત્રી માન.શ્રી નરેન્દ્ધ મોદી અને શ્રી લાલકૃષ્ણ અડવાણી સિવાય કોઈ પ્રભાવશાળી નેતા હતાં જ નહીં અથવા એવાં પ્રભાવશાળી યુવા ઉમેદવાર નહોતાં.
આ વાત પરથી એકવાત તેા નક્કી છે જ કે પ્રજા પરિવર્તન ઝંખે છે.
દરેક રાજયની પ્રજા એક સક્ષમ અને કાર્યશીલ યુવા મુખ્યમંત્રી કે નેતા ને ઝંખે છે.
આજની યુવાપેઢીને માટૈ મેનેજમેન્ટ કરવું કોઈપણ સમસ્યાને હલ કરવી આખી કંપની સંભાળવી અને તેનો વહીવટ સંભાળવો તેમને માટે સામાન્ય વાત બની ગઈ છે.તો આ દેશનું શાસન કેમ ના સંભાળી શકે ? ભારતને પણ જરુર છે એક ઓબામા બરાક ની
ભારતનાં દરેક યુવક – યુવતીઓ રાજકારણ ને ગંદુ માને છે અને તેથી તેનાથી દુર રહેવા માંગે છે. પરંતુ મારા યુવા મિત્રો જો તમારે આ દેશનો અને તમારો વિકાસ કરવો હોયતો રાજકારણમાં ઊતરીને તેની ગંદકી તમારે જ દૂર કરવી પડશે
જય હો..યુવા…જય હો !!
પ્રવિણ કે.શ્રીમાળી














ગુજરાતી બ્લોગરો, પ્લીઝ નોટ ટોપિક!! છીંડુ પાડી ઊભા પાકમાં ભેળણ કરશો નહીં
આજકાલ કોપી પેસ્ટ ની ચર્ચા જોર પર છે, તેમાં આપણે પણ લો ડુબકી લગાવી દીધી.
-કોઇપણ સર્જક ની પોતાની સ્વરચિત કૃતિ માટે “તેના કોપીરાઇટ હક્ક અબાધિત અને સુરક્ષિત રહેવા જોઈએ” કોપી પેસ્ટ એક ગુનો છે. પરંતુ જો સર્જકની-તેના માલિક ની પરવાનગીથી પ્રગટ કરવામાં આવે તો તે ગુનો નથી. પરવાનગી લઈને અને પોતાનો કિંમતી સમય અને પુસ્તક કે નેટના પૈસા ખર્ચીને કોઈ પોતાના બ્લોગમાં તે પ્રગટ કરે તો તે ગુજરાતી સાહિત્યની સેવા જ ગણાય !! પણ આમાં પ્રોબલેમ એ છે કે આજકાલ તો ઘણાંખરા બ્લોગો અન્ય કવિઓ-ગઝલકારો ની રચનાઓ જ દરરોજ પ્રગટ કરવામાં પડી ગયા છે, જયારે કોઈપણ બાબત નું અતિક્રમણ થાય ત્યારે, તે બાબત ભયજનક કહેવાય ! આમાં બિચારા જે નવા સવા ઊગતાં સર્જક બ્લોગરો કે જે ખરેખર મૌલિક લખાણ લખી જાણે છે તે પડદા પાછળ રહી જાય છે.
-કંઇ પણ મહેનત વગર, લાગણી નું વાવેતર કર્યા વગર કોઈક ની વાવેલ ફસલ – ઊભાં પાક માં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે ?
આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.
-મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકાર ની કૃતિઓ ને પોતાના બ્લોગ માં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરો ને આપણે કોમેન્ટ કે પ્રતિભાવો નો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે,તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી !! નવોદિત બ્લોગર-સર્જ્ક ને પ્રોત્સાહિત કરવા માટે આપણા માંથી કેટલા તેમના બ્લોગો વાંચીને તેમને પ્રોત્સાહિત કરતી કોમેન્ટ લખીએ છીએ ?! ખુબ જ ઓછા વ્યકિતઓ નવા બ્લોગર ને પ્રોત્સાહિત કરે છે.
-બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ…કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ !(બેનો ખોટું લગાડતા નહીં !!)
- બાય ધ વે..આ રચના ની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની !!
-જેના પુસ્તકમાંથી રચના લઈને આપણ ને પીરસી હોય છે તે મુખ્ય રચનાકાર-સર્જક ને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે ?!
- પ્રવિણ કે.શ્રીમાળી