ચાલ આપણે એકડો ઘૂંટીઍ
 
ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ
 
રગદોળાયા છીએ જે ધૂળમાં
આજે તે માટી ની મહેંક ને ઘૂંટીએ
 
આંબલી-પીપળી રમતાં’તા સીમમાં
તે આંબલી ના ખટ્ટામીઠાં રસને ઘૂંટીએ
 
આગળ છે ઘણાં ચઢાવ ઉતાર
ભણતર – ગણતર સાથે અનુભવ ને ઘૂંટીએ
 
ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ
 
                        - પ્રવિણ કે.શ્રીમાળી